ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને માત આપી

જોકે હોસ્પિટલમાંથી રજા આપી નથી; તેમના સમર્થકોમાં આનંદ

રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવ્યો હતો છેલ્લા ઘણા દિવસોથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે થોડા દિવસો પહેલા તેમની તબિયત ખૂબ જ નાજુક થઈ ગઈ હતી અને તેમને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી સતત સારવાર બાદ આખરે ભરત સિંહ સોલંકીએ કોરોનાને માત આપી દીધી છે પરંતુ એન્ટીબાયોટિક દવા ખાસ અસર કરતી નથી માટે ડોક્ટરોએ તેમને સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાંથી રજા આપી નથી અને હજુ પણ તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

બીજી બાજુ ભરતસિંહ સોલંકીને કોરોના મટી જતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ છે.