Breaking: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભારતમાં કોરોનાના કેસો સતત વધારો થઈ રહ્યો છે અને નેતાઓ તેની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જ્યારે તેમની પત્ની ઉષા નાયડૂનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

ઉપરાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા આ અંગેની જાણકારી ટ્વીટ કરીને જણાવી છે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયના ટ્વિટર હેન્ડલ ટ્વીટ કરીને લખ્યું કે, આજે સવારે તેમનો રૂટિન કોરોના ટેસ્ટ થયો જે ટેસ્ટ અહેવાલ પોઝિટિવ આવ્યો છે. તેમજ ઉપરાષ્ટ્રપતિની તબિયત સારી છે અને તેમને કોરોનાનાં લક્ષણો નથી.

ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ પહેલા ગૃહમંત્રી અમિત શાહ, નિતિન ગડકરી અને ગજેન્દ્રસિંહ શેખાવત પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.