Video: હાથરસ રેપકાંડ: પીડિત પરિવારને મળવા જતા રાહુલ- પ્રિયંકા ગાંધીની ધરપકડ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિત પરિવારના સભ્યોને મળવા હાથરસ જઈ રહ્યા હતા જે દરમ્યાન દિલ્હી અને ઉત્તર પ્રદેશના વચ્ચે હાઈવે પર પોલિસે તેમના કાફલાને અટકવાવ્યો અને ધક્કામુક્કી કરી તેમજ લાઠીચાર્જ કર્યો. પોલીસની ધક્કામુક્કીના પગલે રાહુલ ગાંધી પડી ગયા હતા અને તેમને હાથ પર ઇજા થઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, ‘ પોલીસે મને ધક્કો માર્યો, મારા પર લાઠીચાર્જ કર્યો અને જમીન પર પાડી દીધો. મારે પૂછવું છે કે શું માત્ર મોદીજી દેશમાં જ ચાલી શકે? શું સામાન્ય માણસ રસ્તા પર નહીં ચાલી શકે, અમારા વાહન અટકાવવામાં આવ્યું તો અમે ચાલવાનું શરૂ કર્યું.” પ્રશાસને હાથરસની સીમાઓ સીલ કરી અને 144ની કલમ લગાવી હતી.

નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશમાં 15 દિવસ પૂર્વે દલિત યુવતી પર રેપ કર્યો બાદ તેની જીભ કાપી નાખી અને સાથે તેના કરોડરજ્જનું હાડકું પણ તોડી નાખ્યું હતુ અને પીડિતી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી અને અંતે પીડિતાએ જીવ ગુમાવ્યો. પોલિસે રાતોરાત પીડિત મૃતદેહના પરિવારની મરજી વગર અંતિમ સંસ્કાર કરી દીધા. જેને પગલે પોલિસ પ્રત્યે લોકોનો રોષ વધ્યો છે.