બીજા દેશો સામે મર્દાનગીથી લડવાની વાતો કરતા PM મોદીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ત્રણ દિવસ પહેલા ભારત પાસેથી મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન મગાવી હતી કોરોના વાયરસના ઇલાજમાં આ દવા ઉપયોગી હોવાનું માનવામાં આવે છે.

ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરીને દવા આપવાનું તેમજ જો આ દવા નહીં મોકલે તો અમેરિકા પણ વળતી કાર્યવાહી કરી શકે છે તેવી ધમકી પણ આપી હતી. યુએસ પ્રેસિડેન્ટ અમેરિકન મીડિયા સમક્ષ પણ આ વાતને દોહરાવી હતી. ત્યાર બાદ ગણતરીના કલાકોમાં જ વડાપ્રધાન મોદીએ હાઈડ્રોક્સીક્લોરોક્વીન નામની દવા નિકાસ માટે મંજૂરી આપી દીધી હતી.

આ નિર્ણયને પગલે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ મોદીના વખાણ પણ કર્યા છે અને લખ્યું છે કે કોઈપણ દેશના લોકો મુશ્કેલીમાં હોય ત્યારે તેમને મદદ કરવાની આપણી ફરજ છે મોદીએ ફરજ બજાવી છે જે સારી બાબત છે તો અન્ય લોકોએ PMમોદીના નિર્ણયની આકરા શબ્દોમાં ટીકા કરી છે સોશિયલ મીડિયા પર આવા લોકોએ વડાપ્રધાન મોદીના જુના ભાષાઓની વીડીયો ક્લીપીંગ પણ એકબીજાને મોકલવાનું શરૂ કર્યું છે.

ભૂતકાળમાં મોદીએ પોતાના ભાષણમાં એવું કહ્યું હતું કે અન્ય દેશોની સામે ભારતને મર્દાનગીથી લડવું પડશે કોનાથી ડરવાની જરૂર નથી

મોદીના આ પ્રકારના ભાષણો સાંભળીને ઘણા લોકો મોદીને એવો પ્રશ્ન પૂછી રહ્યા છે કે તમે ટ્રમ્પની સામે કેમ માટે ઝૂકી ગયા? દવા મોકલવા માટેની અમેરિકાની ધમકી બાદ મોદીએ દવા મોકલવાનો નિર્ણય કર્યો એ વાત લોકોને પસંદ આવી નથી એ હકીકત છે સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે મોદી અમેરિકા થી ડરે છે.