ગુજરાતમાં કોરોનાનું વિકરાળ રૂપ, રેકોર્ડબ્રેક 915, 14 દિવસમાં 11,000ને પાર કેસ

ગુજરાતમાં કોરોના વાયરસ દિન- પ્રતિદિન બેકાબૂ બનીને નવા વિક્રમો સર્જી રહ્યો છે. આજે સતત બીજા દિવસે કોરોના કેસનો આંકડો 900નો પાર કર્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડબ્રેક 915 કેસો નોંધાયા છે આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ કુલ આંકડો 43 હજારને આંક વટાવી ગયો એટલે કુલ 43,723 પર પહોંચી ગયો છે જ્યારે 14 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા સાથે કુલ મુત્યુઆંક 2,071ને આંબી ગયો છે.

તેમજ વધુ 749 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 30,555 પહોચી ગઈ. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 11,097 થઈ જે પૈકી 11,026 સ્થિર અને 71 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના 291 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. રાહતની વાત એ છે કે, અમદાવાદ કોરોના કેસો અને મુત્યુઆંકની આંક ઘટી રહ્યા છે. 24 કલાકમાં સૌથી ઓછા 167 કેસો નોંધાયા જ્યારે 3 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.