જુઓ, મોરારીબાપુ પર હુમલાના પ્રયાસનો લાઈવ વિડીયો

જાણીતા કથાકાર મોરારીબાપુની ભગવાન શ્રી કૃષ્ણ અંગેની ટિપ્પણીનો મામલો
દ્વારકામાં વિવાદ મામલે બેઠકમાં ભાજપના નેતા પબુભા માણેકએ મોરારી બાપુ પર ઉશ્કેરાઇ જઈને હુમલાનો પ્રયાસ કર્યો હતો જે દરમ્યાન સાંસદ પૂનમબેન માડમ હાજર હતા તેથી વચ્ચે પડીને તેમને રોક્યા હતા. તે સિવાય મોરારી બાપુને ગાળો આપી હોવાની ચર્ચા થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા યુપીમાં કથા દરમ્યાન મોરારીબાપુએ ભગવાન શ્રી કૃષ્ણના વંશજો પર આપત્તિજનક ટીપ્પણી કરી હતી તેમજ ભાઈ બલરામને શરાબી કહ્યા હતા. જે અંગેનો વિડિયો વાયરલ થયો હતો.

વિડિયા વાઈરલ થયા પછી આહીર સમાજમાં ભારે રોષ ભભૂક્યો હતો. આ અંગેની જાણકારી મળતા મોરારી બાપુએ એક વિડિયો સોશિયલ મિડિયામાં જારી કરીને તમામ શ્રી કૃષ્ણ ભક્તોની માફી માંગી હતી. પરંતુ મોરારી બાપુની ટિપ્પણીને લઈને ગુરૂવારે ભાજપના નેતા પબુભા માણેક હુમલાનો પ્રયાસ કર્યો હતો.