કોરોનાથી જંગ જીત્યા બાદ બીગ બી શું કહ્યું?

બોલિવૂડના મહાનાયક અભિતાભ બચ્ચને કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા કોરાનાને માત આપી છે. જેને પગલે બીગ બીને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બચ્ચનના ચાહકો પણ ખુશ થઈ ગયા છે અને પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે.

અભિનેતા બીગ બીએ ટ્વીટ કરીને ચાહકોને આ ખુશખબરી શેર કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે, મારો કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે તેમજ ઘરમાં ક્વોરન્ટીન થયો છું. ભગવાનની કૃપા અને મા-બાબૂજીના આશીર્વાદ, પ્રિયજનો અને ચાહકોના આશાર્વાદ તેમજ નાણાવટી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સહિત તમામે ઉત્તમ ધ્યાન રાખ્યું છે.

અમિતાભ બચ્ચનનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું છે. અભિનેતાની પોસ્ટ પર કોમેન્ટ કરીને, તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેની ભાવનાને સલામ પણ આપી રહ્યો છે.