દેશના અર્થતંત્રમાં વેગ લાવવા મુકેશ અંબાણી શું કહ્યું?

કોરોનાના પગલે દેશના અર્થતંત્રની હાલત કફોડી બની છે. આ સ્થિતિ વચ્ચે દેશના અને એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ગઈકાલે સાંજે એક પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમિયાન કહ્યુ હતુ કે, ગ્રોથ રેટ વધારવા માટે ભારતે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર નવેસરથી વિચારવાની જરુર છે.

મુકેશ અંબાણીને પૂછવામાં આવ્યુ હતુ કે તેઓ કયા પ્રકારનો વારસો છોડી જવાની ઈચ્છા ધરાવે છે ત્યારે તેમણે જવાબ આપતા કહ્યુ હતુ કે, પ્રથમ લક્ષ્ય ભારતને એક ડિજિટલ સોસાયટી બનાવવા છુ અને બીજું ભારતના શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનું છે ત્રીજા લક્ષ્ય પરંપરાગત બળતણ પર નિર્ભરતા ઘટે તે માટે ઉર્જા ક્ષેત્રમાં સંપૂર્ણ પરિવર્તન લાવવું છે.

નોંધનીય છે કે, મોદી સરકારે અર્થત્રંમાં બુસ્ટર ડોઝ માટે પેકેજ જાહેર કર્યું છે. તેમજ વર્તમાન વર્ષમાં જીડીપી ઐતિહાસિક ઘટાડા તરફ અગ્રેસર છે. કોવિડ-19ના પ્રકોપને રોકવા માટે લગાવેલા લૉકડાઉનને કારણે ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયો છે અને લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે.