અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના સંદર્ભમાં શું ટ્વીટ કર્યું?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ અને ચાઇનાના સંદર્ભમાં આજે રાત્રે એક ટ્વિટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે કોરોના વાયરસએ ચાઇના તરફથી મળેલી ખરાબ ગિફ્ટ છે આ બાબત સારી નથી.

અત્રે નોંધનીય છે કે આગળ પણ અમેરિકન પ્રેસિડેન્ટ અનેક વખત કોરોના વાયરસના સંદર્ભમાં સમગ્ર દોષનો ટોપલો ચીન પર ઢોળ્યો હતો હજુ પણ ચીનને જવાબદાર ગણી રહ્યા છે. આગામી સમયમાં બંને દેશો વચ્ચે સંઘર્ષ થવાની પૂરી સંભાવના છે.