આપઘાત કરનાર સુશાંત સિંઘના સંદર્ભમાં એમપી સ્વામીએ પીએમ મોદીને કેવો પત્ર લખ્યો?

ભાજપના સાંસદ અને દેશના અર્થશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામી આખાબોલા છે સૌ કોઈ જાણે છે કે તેમને નાણા મંત્રી બનવાની ઈચ્છા છે પરંતુ મોદી તેમને બનાવતા નથી માટે તેઓ અવાર-નવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી,અમિત શાહ અને ભાજપની સામે ઊંબાડિયા કરતા રહે છે તેમજ ચિત્ર વિચિત્ર પ્રકારના ટ્વિટ કરીને લાઈમલાઈટમાં રહે છે તેઓએ ફરીથી લાઈમલાઈટમાં રહેવા માટે વડાપ્રધાનને પત્ર લખ્યો છે જેમાં તેઓએ બોલિવૂડના કલાકાર સુશાંત સિંઘના સંદર્ભમાં પત્રમાં લખ્યું અને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે તેમજ શંકા વ્યક્ત કરી છે.

સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન પાસે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરતા ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સ્વામીએ કહ્યું કે મુંબઈના બોલિવૂડ માફિયા મોતને કવર અપ કરવા માંગે છે. તેમણે વડાપ્રધાનને પત્રમાં લખ્યું છે કે રાજપૂતની આત્મહત્યા પાછળના કારણોને છૂપાવવામાં આવી રહ્યા છે અને ઘણા એવા મોટા નામો છે જે દુબઈના ડોન સાથે સંબંધો ધરાવે છે. તેમના અનુસાર મહારાષ્ટ્ર સરકાર સાબિત કરી દેશે કે સુશાંત સિંહ રાજપૂતે જ જાતે જ આપઘાત કર્યો છે તેથી આપઘાત પાછળનું સત્ય જાણવા માટે એક નિષ્પક્ષ તપાસની જરુર છે.