લોકડાઉન-4.0માં શું ખુલશે અને બંધ રહેશે?

દેશભરમાં લોકડાઉનનો પાર્ટ-3 આજે પૂરો થઈ રહ્યો છે. હવે કેન્દ્ર સરકારે લોકડાઉન 4.0 લાગુ કરવાનો નિર્ણય કર્યો જે બે સપ્તાહ સુધી લંબાવાયું એટલે કે 31 મે સુધી લોકડાઉનનો ચોથો તબક્કો લાગુ રહેશે. કેન્દ્ર સરકારે આ અંગે ગાઈડલાઈન જારી કરીને કહ્યું કે રાજ્યમાં કંઈ દુકાન ખુલશે અને બંધ રહેશે તેમજ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનનો નિર્ણય રાજ્ય સરકાર કરશે.

શું ખુલશે

 • ઓનલાઈન કોચિંગ ચાલુ રહેશે
 • સ્પોર્ટસ કોમ્પલેક્સ એને સ્ટેડિયમ ખુલશે પરંતુ કોઈ દર્શકો નહીં હોય
 • સ્ટેડિયમ પ્રેક્ટિસ માટે ખુલશે
 • સરકારી ઓફિસ ખુલશે
 • સરકારી કેન્ટીન ચાલુ રહેશે
 • કન્ટેનમેન્ટ ઝોન સિવાય ઝાનમાં એક રાજ્યથી બીજા રાજ્યોની સહમતિથી બસ સેવા ચાલુ થઈ શકે છે
 • રેસ્ટોરન્ટ હવે હોમ ડિલિવરી કરી શકે છે
 • લગ્નપ્રસંગમાં 50 લોકો શામિલ થઈ શકે છે

શું બંધ રહેશે

 • હવાઈ સેવા બંધ રહેશે
 • મેટ્રો સેવા બંધ રહેશે
 • શાળા-કોલેજો બંધ રહેશે
 • હોટલ-રેસ્ટોરન્ટો બંધ રહેશે
 • સિનેમા,શોપિંગ મોલ અને જિમ બંધ રહેશે
 • ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજનિતિક આયોજનો પર પ્રતિબંઘ રહેશે