Audio: PM નરેન્દ્ર મોદીએ ફોન કર્યો તો નારણકાકા પૂછ્યું તમે કોણ બોલો છો?

વડાપ્રધાને ઊંઝાના આ પૂર્વ ધારાસભ્યને ફોન કરી તેમના ખબર અંતર પૂછ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાંથી ગુજરાતના કેટલાક લોકોને ફોન કરી રહ્યા છે. આજે તેઓએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને વયોવૃદ્ધ નેતા નારણકાકાને ફોન કર્યો હતો. પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવ્યો હતો જેમાં નરેન્દ્ર મોદીએ નારણકાકા પૂછ્યું હતું કે કેમ છો કાકા આથી નાનકાએ સામો પ્રશ્ન કર્યો કે તમે કોણ બોલો છો.

ત્યાર બાદ વડાપ્રધાને કહ્યું કે હું નરેન્દ્ર મોદી બોલું છું આ સાંભળતા જ નારણકાકા ખુશ થઈ ગયા હતા અને બોલી ઉઠ્યા કે અરે સાહેબ તમે બોલો છો આ તબક્કે ખુદ વડાપ્રધાન પણ ખડખડાટ હસી પડ્યા હતા. પછી બંને નેતાઓ વચ્ચે કોરોનાવાયરસ ના સંદર્ભમાં પણ વાતચીત થઈ હતી અને તબિયત સાચવવાની સલાહ પણ વડાપ્રધાને નારણકાકાને આપી હતી નરેન્દ્ર મોદી અને નારણકાકા વચ્ચે ટેલિફોનિક વાતચીત ની ઓડિયો ક્લિપિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.