ચેમ્બરની ચુંટણીમાં ઉભા રહેલ ઉમેદવાર કોણ કેટલા પાણીમાં?

તારીખ ૧૩.૦૯.૨૦૨૦ ના રોજ સુરત ચેમ્બર ઓફ કોમેર્સ માં થવા જઈ રહેલ મેનેજીંગ કમિટી ચુંટણીમાં ફૂલ ૪૮ જેટલા ઉમેદવારો મેદાનમાં છે. વર્ષોથી સીલેક્શન પદ્ધતિથી કમિટી મેમ્બરોને પસંદ કરી રહેલ સત્તાધારી પક્ષો આ વખતે વધારાના ૪ ઉમેદવાર ઉમેદવારી પત્રક પછી ના ખેચતા આ વખતે ચુંટણી થવા જઈ રહેલ છે.

કેટલાક ઉમેદવારો વર્ષોથી ચેમ્બર માં ખાલી પદ મેળવા માટે આવે છે. આખા વર્ષના હાજરી પત્રમાં પણ હાજરી કરતા ગેર હાજરી વધારે છે. ૮૭.૫૦% અને ૩૭.૫% અને ૨૫% ના પણ ગેરહાજરી વાળા મેમ્બરો છે. આવા પરિસ્થિતિ આગળ પણ ચાલુ રહે તો લોકો ખાલી પદ માટે જ ચેમ્બરમાં આવવાના દિવસો દૂર નથી.

ગુજરાતનું સૌથી જૂની અને જાણીતું ઉદ્યોગકારો માટેની સંસ્થા છે. આ સંસ્થામાં સરકાર તરફથી દર વર્ષ ઉદ્યોગોને વિકાસ મળે તે હેતુથી થતા એઝીબિશન, એક્ષ્પો અન્ય સેમિનારો માટે કરોડો રૂપિયાના ફંડ આપવામાં આવે છે, અને સાઉથ ગુજરાતના સૌથી મોટી એઝીબિશન અને એક્ષ્પો ચેમ્બરના નેજા હેઠળ સારસાણ ડોમ માં વર્ષોથી થતા આવે છે.

કરોડોના વહીવટ આ સંસ્થામાં થતા હોવાથી આ સંસ્થામાં હોદેદારો માટે સમાજમાં માન સન્માન પણ ખુબ મળે છે. જે ધ્યાનમાં રાખીને અલગ અલગ જૂથ દ્વારા સત્તા હાસિલ કરવા માટે ભાગદોડ પણ મચી જતી હોય છે. છેલ્લા કેટલા વર્ષોથી સંસ્થામાં પારદર્શીતા લાવવા માટે જાગૃત સભ્યો દ્વારા કરી રહેલ પ્રયાસો વચ્ચે અમુક જાગૃત સભ્યોનું સભ્યપદ પણ દૂર કરવામાં આવેલ છે. બધો કારોબાર બંધ મુઠીમાં થાય તેવું ઘણા બધા આગેવાનો પ્રયાસ કરે છે.

ચેમ્બરના આજીવન સભ્ય, શહેરના ઉધોગપતિ અને સોશિયલ એક્ટીવીસ્ટ શ્રી સંજય ઇઝાવા દવારા ઘણા સમયથી માંગી રહેલ માહિતીઓ એક વર્ષ વીતી ગયા પછી પણ ચેમ્બરના આગળના અને હાલના હોદ્દેદારો દ્વારા આપવામાં આનાકાની કરી રહ્યા છે. બંધારણના વિરુધ્ધમાં સત્તાપક્ષ કામ કરે એ એક ટ્રેડીશન થઈ ગઈ છે એવું સિનિયર સભ્યો પણ માને છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટેની મનેજીંગ કમિટી સભ્યોની ચુંટણી માં આ જાગૃત નાગરિકે ઝપલાવ્યા પછી, વર્ષોથી થઈ રહેલ ટ્રેડીશન એવા માનીતા સભ્યોને પસંદ કરીને અન્ય સભ્યો પાસેથી ઉમેદવારી પત્ર પાછુ ખેચાવડાવી સેટિંગ કરવાનું કામ આ વખતે નિષ્ફળ થયું છે. જે ચુંટણી પ્રકિયામાં થયેલ ગેરરીતિઓ અંગે વારંવાર પત્ર લખ્યા હોવા છતાં કોઈ પણ પત્ર ચેમ્બર ના વહીવટ કર્તા દ્વારા ધ્યાનમાં લીધા વગર ચુંટણી તરફ પોતાની મનમાની ચલાવી રહેલા હતા.

આ વખતે જે લોકો ચુંટણી માં ઉભા રેહેલ છે તેમાંથી અમુક મુખ્ય લોકોની સામાજિક અને ઉદ્યોગોને લાગતી કામગીરી વિષે એક નજર કરીએ. ઉમેદવાર નંબર -૬ માં આશિષ ગુજરાતી છે. જે ઉમેદવાર ટેક્સટાઈલ વિવર્સ માંથી છે, પાંડેસરા વિવર્સ કો.ઓપ.સો.લી ના પ્રમુખ પદે કામ કરે છે. પણ સારા કામ કરતા ગેરનીતીઓ વધારે કરેલ આશિષ ગુજરાતી પાંડેસરા વિવર્સ કો.ઓપ.સો.લી હેઠળ યાર્ન બેન્કના નામે કરોડોના કૌભાંડ કરી ચુક્યા છે તેવા આક્ષેપ છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ ના સમયગાળા દરમિયાનના હિસાબોના ઓડીટ કરતા ઘણી ગેરરીતીઓ જોવા મળેલ છે અને રીજીયનલ ટેક્સટાઈલ કમિશ્નર અને રજિસ્ટ્રાર ગુજરાત રાજ્ય પણ નોટીસ પાઠવીને જવાબ માંગેલ છે.

યાર્ન ખરીદી બીલના ૫૦% રકમ ઉદ્યોગકારોને લોન આપવાની હોય છે. પણ પ્રમુખપદનો દુરુપયોગ કરીને આશિષ ગુજરાતી દ્વારા પાંડેસરા વિવર્સ કો. ઓપ.સો.લીના પોતાના માનીતા લોકોને બીલના ૧૦૦% રકમ ચૂકવીને કરોડો રૂપિયાની ગેરરીતીઓ કરેલ છે, આના ઉપરાંત પોતાની હોદ્દાનો દુરુપયોગ કરીને આશીષ ગુજરાતી દ્વારા તેમના પત્નીના ખાતામાં પણ લાખો રૂપિયા ટ્રાન્સફેર કરીને મોટું ભ્રષ્ટાચાર પણ કરેલ છે. ટેક્સટાઈલ મીનીસ્ટર શ્રીમતિ સ્મૃતિ ઈરાનીને કાળા વાવટા બતાવનું કાવતરું આશિષ ગુજરાતી ને ભારે પાડેલ છે. હવે આશિષ ગુજરાતી ના નામેથી અને ઉપસ્તિથી માટે મંત્રીશ્રી એ ઘણી વાર નારાજગી વ્યક્ત કરીને મીટીંગ માંથી બહાર કાઢી મુકેલ છે. આગેવાનોના મત મુજબ આવનાર દિવસોમાં આશિષ ગુજરાતી પર આ તમામ ગેરનીતિઓ વિરુધ FIR પણ થવાની છે. હવે વિચારવાનું એ છે કે પાંડેસરા વિવર્સ કો.ઓપ.સો.લી ની હાલની હાલત પર ચેમ્બર ઓફ કોમેર્સ ને પણ મુકવી કે નહી ?

ઉમેદવાર નંબર -૪૩ માં નીખીલ મદ્રાસી છે. જેમને ચેમ્બરમાં બેસીને ખુબ મેહનત કરી છે. પણ કોઈપણ મહેનત ચેમ્બર માટે નહોતી. એમના પોતાના રીએલ એસ્ટેટ બ્રોકરના કામ વધારવા તથા શાકભાજી, કે ખાખરા વેચવા માટે. બાકી સમય સંજોગો મળે તો સેવા છોડીને ચેમ્બરમાં જોબ કરવા પણ થયા છે. બસ પૈસા મળવું જોઈ. વર્ષ ૨૦૧૬ માં બી.એસ અગ્રવાલના મહેરબાનીથી ( ભાગીદારીનું ખબર નહી ) અદાજે ૬ મહિના જેવું મેનેજીંગ કમિટી મેમ્બર હોવા છતાં લાખોની રકમ પગાર લીધો છે. એટલે હવે આ ભાઈ ની નજર કાયમ શેમાં હોઈ શકે એ તમને કેહવાની જરૂર નથી. આ ભાઈ જીતી આવશે તો કદાજ તમને શાકભાજી તથા ખાખરા લેવા બજારમાં નહી જાવું પડે. બધું એક જ જગ્યાએ મળી રહે. હાલમાં મેનેજીંગ કમિટીના ઉમેદવાર હોવા છતાં ચુંટણીમાં ચુંટાયા પહેલા સત્તા ની ભૂખથી માનદ સેક્રેટરી શ્રી ધિરેન થેરનારીના કેબીન માં અને ખુરશી માં બેસી ગયા છે તે ફક્ત ઉપપ્રમુખ થઈને પ્રમુખના કુર્સી પર બેસેલા હાલના કાર્યકારી પ્રમુખની આશીર્વાદથી છે. ચુંટણી પછી શું ખબર ક્યાં બેસવા મળે ?

ઉમેદવાર નંબર -૩૯ માં મનિષ કાપડિયા છે. જેમને ચેમ્બર હોઈ યુનિવર્સીટી હોઈ બસ હોદ્દા જોઈ, એના માટે કોઈ પણ આગેવાનની પાછળ પાછળ ફરવા તૈયાર છે. પોતાનો રોટલો શેક્વામાં તે હમેશા આગળ હોય છે. હાલમાં મેનેજીંગ કમિટીના ઉમેદવાર હોવા છતાં ચુંટણીમાં ચુંટાયા પહેલે સત્તાની ભૂખથી માનદ ખજાન્ચી શ્રી શૈલેશ દેસાઈના કેબીનમાં ખજાન્ચીના ખુરશીમાં બેસી ગયા છે તે ફક્ત ઉપપ્રમુખ થઈને પ્રમુખની કુર્સી પર બેસેલા હાલના કાર્યકારી પ્રમુખની આશીર્વાદથી છે, અને ત્યાં બેઠા બેઠા ખજાન્ચીના રૂપ બતાવી રહયા છે. જયારે ચુંટણી માં ઉભા રહ્યા હોય અને ત્યારે જયારે આચાર સંહિતા લગતી હોય છે. ત્યારે તે હોદ્દા પર બેસીને કામ કરી શકે નહી.

ઉમેદવાર નંબર -૫૨ પ્રણવ ભરત ગાંધી
ટેકસ્ટાઇલ વ્યાપાર સાથે સંકળાયેલ પ્રણવ ગાંધી ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી ભરત ગાંધીના પુત્ર છે. બાપા ચેમ્બરમાં પોતાનો હક બની રહે એટલે પ્રણવ ગાંધીને મેનેજીંગ કમિટીમાં બેસાડતા આવ્યા છે. વર્ષ ૨૦૧૯-૨૦માં થયેલ મેનેજીંગ કમિટી મિટિંગોમાં ફક્ત એક જ મીટીંગમાં આ સાહેબે ચહેરો બતાવેલ છે. એટલે ૮૭.૫% ગેરહાજરી છે. શું આવા પુત્રને આપનો કીમતી વોટ આપશો ?

ઉમેદવાર નંબર ૫. અનુજ ચંદ્રકાંત જરીવાલા
જેઓ ચુંટણી કમિટી મેમ્બર શ્રી સી. એસ. જરીવાલાના પુત્ર છે. આ ભાઈ સાહેબ પણ પિતાની રહેમ નજર હેઠળ મેનેજીંગ કમિટીમાં આવેલ છે. તેઓની ૫૦% જેટલી મીટીંગમાં ગેરહાજરી રહેલ છે. ઉપરાંત બાપા ચુંટણી કમિટીમાં અને બેટા ચુંટણીમાં લડે એટલે જ ચુંટણીમાં ચિન્હ મુક્વા માટે મંજુરી કરાવી, કારણકે ખબર છે યોગ્યતાની પસંદગીમાં તેઓ કરતા બીજા ઘણા આગળ છે. શું આવા પુત્રને આપનો કીમતી વોટ આપશો ?

ઉમેદવાર નંબર ૨૬. હાર્દિક પી. શાહ
જેઓ ચુંટણી કમિટી મેમ્બર શ્રી પી. એમ. શાહ ના પુત્ર છે. આ ભાઈ સાહેબ પણ પિતાની રહેમ નજર હેઠળ મેનેજીંગ કમિટીમાં આવેલ છે. તેઓની ૩૭.૫% જેટલી મીટીંગમાં ગેરહાજરી રહેલ છે. બાપા ચુંટણી કમિટીમાં અને બેટા ચુંટણીમાં લડે એટલે જ ચુંટણીમાં ચિન્હ મુક્વા માટે મંજુરી કરાવી, કારણકે ખબર છે યોગ્યતાની પસંદગીમાં તેઓ કરતા બીજા ઘણા આગળ છે. શું આવા પુત્રને આપનો કીમતી વોટ આપશો ?

હવે જાણો ભ્રષ્ટાચાર મુક્ત અને કોઈ પણ ખરાબ છબી નહી ધરાવનારા ઉમેદવારો વિષે :-

ઉમેદવાર નંબર ૫૮ સંજય ઇઝાવા :-
વર્ષ ૨૦૨૦-૨૧ ની મેનેજીંગ કમિટીમાં પરિવર્તન લાવવા માટે શહેરના જાણીતા એકટીવિસ્ટ અને ઉધોગપતિ શ્રી સંજય ઇઝાવાને મત આપવા માટે ઘણા કારણો પૈકી અમુક કારણો નીચે મુજબ છે.
સુરતના જાગૃત નાગરિક જેઓ કોઈ પણ માણસની મદદે પ્રથમ ઉભા રહેનાર વ્યવસાયે Civil-સિવિલ એન્જીનીયર એવા શ્રી સંજય ઇઝાવા સુરતની જનતા માટે નિસ્વાર્થ ભાવે કરેલ કામો પૈકી સુરત એરપોર્ટ અને સુરતીઓ સાથે થઇ રહેલ અન્યાય સામે રસ્તાપર ઉતરીને આંદોલન કરીને તથા ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરીને સરકાર પાસેથી સુરતનો હક જબરદસ્તી સુરતીઓને અપાવી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીની સફર ખેડનાર શ્રી સંજય ઇઝાવા અને સાથી મિત્રો આ વખતે ચેમ્બરની ચૂંટણી લડી રહ્યાં છે.

વધુમાં હેલ્મેટનો મુદ્દો હોય, મોલ મલ્ટીપ્લેક્સના ગેરકાયદેસર પાર્કિંગ ચાર્જનો મુદ્દો હોય કે ખુદ પોલિસ દ્વારા ગેરકાયદેસરની ક્રેન માં વાહનો ઉઠાવાનો મુદ્દો હોય, તક્ષશિલા અગ્નિકાંડમાં ન્યાય અને ભાવી સુરક્ષાને ધ્યાને રાખીને ફાયર પોલિસી માટેની PIL હોય, સુરત શહેરમાં ખોટી રીતે બનેલ બમ્પ હોય, સિનિમા થિયટરમાં જનતા પોતાનો નાસ્તો લઇ જવા માટેના હક છીનવાઈ નહીં તે હેતુથી કરેલ PIL હોય, સચિન, પલસાણા- પાંડેસરા-બમરોલી-કડોદરા GIDC માં સચિન-મગદલ્લા રોડથી વાહન ચલાવી જનાર હજારો ઉદ્યોગકારમિત્રોને અડચણરૂપ તમામ બમ્પ દૂર કરીને જે જગ્યા પર અંડર પાસ / ઓવર બ્રીજ / સર્વિસ રોડ બનાવવા માટેની કડક રજુઆત કરીને તંત્રને યોગ્ય કાર્યવાહી માટે મજબૂર કરનાર તથા વર્ષોથી અન્ય ઘણા પ્રજાલક્ષી કામો કરતા આવનાર શ્રી સંજય ઇઝાવા તથા એમના સાથી ઉમેદવારોને ચેમ્બરની મેનેજીંગ કમિટીની ચૂંટણી લડી રહ્યા છે.

ઉમેદવાર નંબર ૩૧ હિતેશકુમાર ટેલર –
નુપુર હોલિડેઝ સુરત તથા નૂપુર ટૂર્સ અને ટ્રાવેલસ દ્વારા વ્યવસાય ધરાવે છે. તથા ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ ક. લિ. સુરત ની સામાન્ય વીમા એજન્સી ધરાવે છે, તેઓ લાયન્સ ક્લબ ઓફ સુરત (સિટીલાઇટ) સુરતના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હતા. તેઓ સાઉથ ગુજરાત ટ્રાવેલ એજન્ટ કન્સલ્ટન્ટ એસોસિએશન ના (સભ્ય), એન્ટરપ્રાઇઝ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન (વેસ્ટર્ન ઇન્ડિયા કમિટી મેમ્બર), હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના ટ્રસ્ટી અને સુરત એરપોટ એક્શન કમિટિ સુરત કમિટીના મેમ્બર રહ્યા છે.

ઉમેદવાર નંબર ૩૪ કિશોર પટેલ –
કિશોર ભાઈ પટેલ સ્કીલ ઈન્ડસ્ટીઝ તથા કે ટેક્ષ ઈન્ડસ્ટીઝ ના કર્તા હર્તા છે. તેઓ સચિન ઈન્ડસ્ટીઝ કો ઓપ . સોસાયટી ના ડીરેક્ટર છે., તેઓ સચિન ઈન્ડસ્ટીઝ અસોસિએશન ના પ્રમુખ છે. તેઓ મેનેજીગ ટ્રસ્ટી ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ટ્રસ્ટી શ્રી તેજાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે સેવા આપે છે. હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ટ્રસ્ટના વાઈસ ચેરમેન છે આ ઉપરાંત તેઓ ડીંડોલી કનસાડ વિભાગ કેળવણી મંડળ ના ચેરમેન છે. સુરત એરપોટ એક્શન કમિટિ ના તેઓ વાઈસ પ્રેસિડેન્ટ છે.

ઉમેદવાર નંબર ૬૨ શ્રી શ્યામસુંદર બેડીયા –
તેઓ છેલ્લા ૩૫ વર્ષથી કપડાના અનુભવી વેપારી છે. જેઓ કોઈ પણ સમસ્યાના સમાધાન માટે કાયમ તત્પર રહેતા હોય છે. સુરતના વેપારીઓ ને જયારે એક્સીઝ ડુંયુંટીની સમસ્યા હતી ત્યારે તેઓ એ તેને હટાવવા માટે અથાગ મહેનત કરેલ હતી. GST ના સરલી કરણ તથા તેના અમલીકરણ માટેના આંદોલન માં પણ તેમનો બહુ મૂલ્ય ફાળો રહેલ હતો.

તેઓ જાગૃત અને કર્મથ નાગરિક તથા સમાજ સેવક છે. તેઓ અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ ના લાઈફ મેમ્બર છે. તેઓ અગ્રવાલ સમાજ ટ્રસ્ટ ના બોર્ડ મેમ્બર છે. અગ્રવાલ હેલ્થ સેટર ના મેડીકલ કમિટીના ચેરમેન છે. સુરત ટેનીસ ક્લબ ના પેટ્રોન મેમ્બર છે. એ સિવાય અંબાજી ટેક્ષટાઈલ માર્કેટ અસોસીએસન ના જોઈન્ટ સક્રેટરી છે. આ રીતે ઘણી સામાજિક સંસ્થા સાથે જોડાયેલ પ્રખર સામાજિક કાર્યકર તથા બહુમુખી પ્રતિભા ધરાવે છે. જે સમાજ સેવા માટે હમેશ તત્પર હોય છે. તેઓએ મહિલા સશક્તિ કારણ, બાળ વિકાસ કાર્યક્રમ, સીનીઅર સીટીઝન તથા આદિવાસી મહિલા ઉત્ત્થાન જેવા માં બહુમુલ્ય યોગદાન આપેલ છે.