Video: ઘંટડી કે તાળી વગાડવાથી કે દીવા પ્રગટાવવાથી કોરોના જતો રહેશે એ કોના મગજની ઉપજ છે?

દેશને એકવીસમી સદીમાંથી 22મી સદીમાં લઇ જવાને બદલે 17મી સદીમાં લઈ જવાયો છે: શંકરસિંહ વાઘેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક સમયે ખાસ અને અંગત મિત્ર ગણાતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહ વાઘેલાએ ત્રણ મિનિટની એક વીડિયો ક્લિપિંગ વાયરલ કરી છે જેમાં તેઓએ આગામી રવિવારે રાત્રિના નવ વાગ્યે નવ મિનિટ માટે ઘરમાં દીવા પ્રગટાવવાની કે ટોર્ચની લાઈટથી પ્રકાશ પાડવાની વાતને લઇને ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

વાઘેલા જણાવે છે કે આ કોના મગજની ઉપજ છે? આ કયું લોજીક છે કે ઘંટડી વગાડવા થી કે તાળી વગાડવાથી કરોનાના ભાગી જાય છે? દેશને એકવીસમી સદીમાંથી 22 મી સદીમાં લઇ જવાનું છે કે ૧૭મી સદીમાં?

શંકરસિંહ વાઘેલા પ્રશ્ન પૂછે છે કે શું આ કોઈ ઇવેન્ટ છે શું તમે માર્કેટિંગ કરો છો વિવિધ પ્રકારની સામગ્રી કિટમાં બીજેપીના સિક્કા લાગ્યા છે કોની મહેરબાનીથી આવા સિક્કાઓ લગાવ્યા છે.

આવી સ્થિતિમાં રાજકીય નહિ પરંતુ અર્થતંત્ર અને દેશને ફાયદો થાય તેવા પગલાં લેવા જોઈએ જેમાં ગ્રામ્ય વિસ્તારોને ખાસ આવરી લેવા જોઈએ તેમજ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ ધ્યાન રાખવું જોઈએ. સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે નાગરિકોને ૧૦ હજારથી લઈને 10 લાખ સુધીની લોન આપવી જોઈએ જેમાં બેંકોએ એક વર્ષ સુધી વ્યાજ પણ લેવું જોઈએ નહીં કોઈપણ પ્રકારની ગેરેન્ટી વગર આવી લોન આપવી જોઈએ

સરકાર પણ કોરોના વાયરસથી લોકો ડરી રહ્યા છે એવો ડર બતાવી રહી છે પરંતુ લોકોએ સામાજિક અંતર રાખવું જોઈએ અને કોરોનાના ડરને મગજમાંથી કાઢી નાખવો જોઈએ.