વડાપ્રધાન મોદીએ લોકડાઉનમાં છૂટછાટ આપવાનું શા માટે ટાળ્યું?

21 એપ્રિલથી ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને વિસ્તારોમાં લોકડાઉનમાં છૂટછાટ મળે એવી શક્યતા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં લોકડાઉનને ૩જી મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ એવી આશા રખાતી હતી કે લોકડાઉનમાં કેટલીક છૂટછાટો અપાશે ગુજરાત સરકાર દ્વારા તો આવા નિર્દેશો પણ અપાયા હતા કે કેટલીક છૂટછાટો અને રાહત મળી શકે છે.

ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભનો પ્લાન બનાવીને કેન્દ્ર સરકારમાં મોકલાયો હતો એટલું જ નહીં વડાપ્રધાન સાથેની વિડીયો કોન્ફરન્સ દરમિયાન પણ મોટાભાગના મુખ્યમંત્રીઓએ લોકડાઉનવધારવાની માગણી કરી હતી જ્યારે ભાજપ શાસિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીએ છૂટછાટ માંગી હતી કોન્ફરન્સમાં બધાને સાંભળ્યા બાદ વડાપ્રધાને એવું કહ્યું હતું કે “જાન હે તો જહાં હૈ , જહાન હે તો જાન હૈ ‘.એટલે કે જીવન ખૂબ જ મૂલ્યવાન છે પરંતુ સાથોસાથ આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખવી જોઈએ એ પ્રકારનો અર્થ કઢાયો હતો.

આથી એવી ધારણા રખાતી હતી કે લોકડાઉનતો વધારવામાં આવશે પરંતુ સાથોસાથ જે તે રાજ્યોના મુખ્યમંત્રી ને એ પ્રકારની સત્તા આપવામાં કે તેઓ પોતાના રાજ્યમાં કોરોનાવાયરસ ની સ્થિતિ મુજબ જે તે જિલ્લા કે વિસ્તારોમાં કેટલીક શરતો મૂકીને છૂટછાટ આપી શકે છે.

ખાસ કરીને જે વિસ્તારોમાં કોરોનાવાયરસ ના કેસ વધુ છે અથવા તો અને મુત્યુ આંકડો વધુ છે ત્યાં આગળ આવી છૂટછાટો આપવામાં નહી આવે અને આવા વિસ્તારોમાં લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરાવવો પરંતુ બીજી બાજુ જ્યાં સલામતી છે અને કેસોની સંખ્યા ખૂબ ઓછી છે જ્યાં હોટસ્પોટ વિસ્તારો નથી ત્યાં આગળ અમુક શરતોને આધીન છૂટછાટો આપી

પરંતુ વડાપ્રધાને આજે આવી કોઇ જ મંજૂરી આપી નથી જાણકાર સૂત્રો કહે છે કે અગાઉ નક્કી થઈ ગયા હોવા છતાં આજે શા માટે છૂટછાટ માટેની મંજૂરી ન અપાઇ તેની પાછળનું કારણ એવું છે કે આવી છૂટછાટો માટેની રજૂઆત ભાજપ શાસિત રાજ્યો દ્વારા જ થઈ હતી એટલું જ નહીં ભાજપશાસિત રાજ્યોના જેવા કે મહારાષ્ટ્ર પંજાબ દિલ્હી પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યે તો અગાઉથી જ લોકડાઉન વધારવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો.

હવે જો ભાજપશાસિત રાજ્યોમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવે તો ભાજપની છબી ખરડાઈ જાય એવો ડર હતો આથી જ વડાપ્રધાને પોતાના પ્રવચનમાં એવો નિર્દેશ આપ્યો છે કે ૨૦ એપ્રિલ સુધીમાં જે રાજ્યો કે વિસ્તારોમાં કોરોના વાયરસના હોટસ્પોટની સંખ્યા ઘટી છે અને જ્યાં આ રોગ કાબૂમાં હશે તેવા વિસ્તારોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે.

પરંતુ પણ જે શરતોને લઈને છૂટછાટો અપાશે તે શરતોનું ચુસ્તપણે પાલન કરવું પડશે શરતોનો ભંગ થશે તો અપાયેલી આવી છૂટછાટો પણ પાછી ખેંચી લેવાશે એવી સ્પષ્ટતા પણ વડાપ્રધાને આજે કરી દીધી છે.

આથી સૂત્રો એવું જણાવે છે કે ૨૦મી એપ્રિલે વાઈરસના કેસના સંદર્ભમાં ફરીથી ચર્ચા વિચારણા અને સમીક્ષા થશે એટલું જ નહીં ૨૧ એપ્રિલથી ગુજરાત માં કેટલાક જિલ્લાઓ અને વિસ્તારોમાં લોકડાઉન માટે કેટલીક છૂટછાટ મળે એવી સંભાવના છે.