526 કરોડનું રાફેલ 1670 કરોડમાં કેમ?: કોંગ્રેસનો સવાલ

કોંગ્રેસ પાર્ટીએ ફ્રાંસથી ભારતને મળેલા લડાકૂ રફાલ વિમાન મુદ્દે સરકારે કેટલાક સવાલ પૂછ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને સરકારને 5 સવાલ કર્યા છે. જોકે, સુરેજવાલાએ રાફેલ અંગે વાયુસેનાના જાંબાજોને અંભિનંદન આપ્યા પરંતુ સરકાર પાસે 5 સવાલોના જવાબ માગ્યા છે જે પ્રશ્ન અગાઉ ઘણા સમયથી કોંગ્રેસ કરી રહી છે. આજે દરેક દેશ ભક્ત આ જરૂર પુછે.

  1. 526 કરોડનું એક રાફેલ 1,670 કરોડમાં કેમ?
  2. 126 રાફેલની જગ્યાએ 36 જ કેમ?
  3. મેક ઈન ઈન્ડિયાની બદલે મેક ઈન ફ્રાન્સ કેમ?
  4. 5 વર્ષ મોડું કેમ?

તે ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર ટ્વીટર હૈંડલ પર ટ્વીટ કરીને રાફેલ જેટ્સ મુદ્દે એર ફોર્સને બધાઈ આપી છે. તેમજ કહ્યું કે, રાફેલ કરાર માટે 2012માં કરવામાં આવેલી કોંગ્રેસની મહેનત અંતે રંગ લાવી છે અને આ કરાકા વાસ્તિવક સાબિત થયો. કોગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે, કોગ્રેસ અને ભાજપના કરારમાં મોટું અંતર છે જેમાં ભાજપનું કૌભાંડ સામે આવ્યું છે.