શું અનલોક -4 માં શાળાઓ અને કોલેજો ખુલશે? આરોગ્ય મંત્રાલયે આ જવાબ આપ્યો

દેશમાં અનલૉક-3 સમાપ્ત થઈ રહ્યું છે અને અનલૉક-4 શરૂ થશે. આ સ્થિતિ વચ્ચે સૌ કોઈને નજર હવે અનલોક-4માં સરકાર દ્વારા શાળા-કોલેજો ખોલવાના નિર્ણય પર છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા પૂર્વે સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સ્પષ્ટ કર્યું છે કે, સરકાર તરફથી શાળા અને કોલેજ ખોલવા અંગેના કોઈ સૂચનો નથી. સ્વાસ્થ્ય મંત્રીલયેના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, અનલોક અંગે ગૃહ મંત્રાલય દ્રારા જારી ગાઈડલાઈનમાં સ્કૂલ અને કોલેજ ખોલવા અંગે કોઈ સૂચનો નથી.

રાજેશ ભૂષણે કહ્યું કે, આરોગ્ય મંત્રાલય દેશમાં જે પણ પ્રવૃત્તિઓ ખોલવામાં આવે છે તેના માટે એસઓપી જારી કરે છે. જ્યારે પણ શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લેવામાં આવશે તો એ એસઓપી પ્રભાવમાં આવશે અને તેનો અમલ કરવો પડશે.