ગુજરાતમાં કોરોનાના નવા 1101 કેસ સાથે કુલ 86ને પાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1,101 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 86 હજારની સપાટી વટાવી ગયો એટલે કુલ 86,779 પર પહોંચી ગયો છે જ્યારે 14 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 972 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 14,653 થઈ જે પૈકી 14,574 સ્થિર અને 79 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના 249 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના 177 કેસો નોંધાયા જ્યારે 5 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.