આ વર્ષે ચેમ્બરની બેડો પાર થયું, પરિવર્તને મળેલ મત જોતા આવતા વર્ષથી સત્તાધારી પક્ષોને મળશે બરાબરીના ટક્કર

ચેમ્બર ઓફ કોમર્સમાં ચૂંટણી અંગે પરિવતૅન પેનલનું નિવેદન

છેલ્લા ૨૭ વર્ષ પછી પ્રથમવાર મેનેજીંગ કમિટી ચૂંટણી કરવામાં અને મેનેજીંગ કમિટીમાં પણ ચૂંટણી થાઈ એવું સાબિત કરી દિંધુ છે. સામેવાળા ૪૪ ની પેનલ ભલે જીત મળી પણ ૧૫૯૬ વેલીડ મત સામે ૪૧૬ ની એવરેજ વોટ સાથે પરિવર્તન પેનલને ૨૬% વોટ મેળવામાં સફળ થયા છે.

૨૭ વર્ષ સુધી ચાલતી સેટિંગ પ્રથા તોડવામાં આ એક મોટી સફળતા છે. આ પરથી ખ્યાલ આવે છે કે લોકો ચેમ્બરના વહીવટ થી નારાજ છે. પરિવર્તન લાવવા માંગે છે.
આવનાર દિવસોમાં પરિવર્તન પેનલને ખુબ શક્તિશાળી બનાવીને આ લડત ચાલુ રાખીશું. એટલે હવે પછીના કોઈપણ ઇલેક્શનમાં કોઈ પણ ઉમેદવાર ઉમેદવારી પત્રક પાછું ખેચવામાટે પ્રયત્ન કરશે નહીં. આ એક પરિવર્તનનો આરંભ છે.

એક તરફના પક્ષ માટે ચૂંટણી કમિટી પણ આ ચૂંટણીમાં કામ કરે છે. પરિવર્તન પેનલની બધી રજુઆતો ધ્યાનમાં લીધા વગર એક તરફી ચૂંટણી નિશાન, પરિવર્તન પેનલ દ્વારા બનાવેલા મંડપ તોડી પાડવા, ચૂંટણી હોલ માં એક તરફી કેમ્પેઇન કરવા માટે આંખ બંધ રાખવી જેવી ઘણી બધી ગેરનીતિઓ ચૂંટણી કમિટી સામેવાળા પક્ષ માટે કરી છે. આ તમામ બાબતો આવનાર દિવસોમાં કોર્ટમાં પડકારવામાં આવશે.