કોરોના સંકટ વચ્ચે વર્લ્ડ બેંકે ભારતને 1 બિલિયન ડોલર પેકેજની જાહેરાત

ભારત સહિત સમ્રગ વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. વિવિધ દેશોએ કોરોના સંક્રમણથી બચવા લોકડાઉન લાગુ કર્યું છે.આ સ્થિતિ વચ્ચે વર્લ્ડ બેંકે ભારતને મોટી રાહત આપી છે. વર્લ્ડ બેંકે સરકારી કાર્યક્રમો માટે 1 બિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે. આ અગાઉ કોરોના જંગ માટે ભારતને બ્રિક્સ દેશોના ન્યૂ ડેવલોપમેન્ટ બેંકે 1 અરબ ડોલરની કટોકટીના સમયમાં સહાય રાશિ આપવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. શુક્રવાર સવાર સુધીમાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના કેસોની સંખ્યા 82 હજાર પર પહોંચી ગઈ છે. જ્યારે કોરોના કારણે 2,650 લોકોના મોત નિપજ્યા છે. તેમજ 27 હજારથી વધુ લોકો કોરોનાને માત આપી સાજા થઈ ગયા છે.